સિદ્ધપુર સરસ્વતી નદી માં પાણી આવતા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોગ્રેસ આગેવાનોએ વધામણા કયૉ..

પાટણ તા. ૯
છેલ્લા કેટલાક દિવસો થી ઉત્તર ગુજરાત માં પડી રહેલા ભારે વરસાદ ના કારણે મોટાભાગના ડેમો મા પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે મુક્તેશ્વર ડેમ વરસાદ ના કારણે ઓવરફલો થતા ડેમ ના દરવાજા ખોલવામાં આવતાં અને આ પાણ સિદ્ધપુર સરસ્વતી નદી આવતા સરસ્વતી નદી બે કાંઠે વહેતી થતાં વિસ્તારના ખેડૂતો સહિત લોકો એ આનંદની લાગણી અનુભવી છે.
ત્યારે સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ ના અન્ય આગેવાનો દ્વારા મંગળવારે સરસ્વતી નદી મા આવી પહોચેલા નવા નીર ના વધામણા કરી નદી કિનારે બિરાજમાન શ્રી પારસ પીપળી ગોગા મહારાજ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here