સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી એ ભારત સ્કૂલ ઓફ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન બેંગલુરુ સાથે શૈક્ષણિક એમઓયુ કર્યા

પાટણ તા. ૧૩
સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીએ એલિવેટર અને એસ્કેલેટર એન્જિનિયરિંગ શિક્ષણ માટે ભારતની અગ્રણી સંસ્થા ભારત સ્કૂલ ઓફ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન સાથે ઐતિહાસિક સમજુતી એમઓયુ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ સહકાર પશ્ચિમ ભારત ઝોનમાં પ્રથમવાર હાથ ધરાયેલો એક અનોખો પ્રયાસ છે, જેના ધ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં વિશેષ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન તાલીમ કાર્યક્રમો શરૂ થશે. આ ભાગીદારીનો હેતુ સ્માર્ટ સિટીઝ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક અર્બન મોબિલિટી સિસ્ટમ્સ માટે અત્યંત મહત્વના અને ઝડપી વિકાસ પામતા ક્ષેત્રમાં કુશળ માનવ સાધન તૈયાર કરવાનો છે.
સમજુતી કરાર ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને અર્જુનસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયો હતો. યુનિવર્સિટી તરફથી કુલપતિ પ્રો.ડૉ એમ.એસ.રાવ અને રજિસ્ટ્રાર ડૉ. હિમ્મતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. બીએસટીવી તરફથી કબીર આરિફખાન (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સભ્ય), મોહમ્મદ મુસ્તાક(મેનેજિંગડિરેક્ટર), સંતોષ કુમાર (CEO), આયુષ સરિન (GM – ઓપરેશન્સ)ની ઉપસ્થિતિમાં આ એમઓયુ કાર્યક્રમ યોજાયો હતો.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી ડીન્સ પણ આ મહત્વપૂર્ણ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીને ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ,સલામતી તથા વૈશ્વિક ધોરણોને આવરી લેતા વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રના ઉદ્યોગ-આધારિત તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે.
વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા ટેક્નિકલ ક્ષેત્રોમાંથી એક માટે વિશેષ પ્રતિભા ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે BSVTના મજબૂત ઉદ્યોગ નેટવર્ક દ્વારા ભારત તેમજ વિદેશમાં ખાતરીયુક્ત રોજગાર તકો ઉપલબ્ધ કરાવશે. ઉદયમાન ટેક્નોલોજી અને વૈશ્વિક મોબિલિટી સોલ્યુશન્સ માટે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીને પ્રાદેશિક સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરશે.રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને અનુરૂપ કૌશલ્ય આધારિત અને રોજગારકેન્દ્રિત શિક્ષણ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
આ પહેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ભવિષ્ય માટે તૈયાર સ્નાતકો ઘડવાની દ્રષ્ટિને વધુ મજબૂત કરે છે અને રાષ્ટ્રીય વિકાસ તથા આંતરરાષ્ટ્રીય મોબિલિટીમાં યોગદાન આપતી અસરકારક ભાગીદારીઓ સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ સમજૂતી કરારને યુનિવર્સિટીના ચેરમેન અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here