સ્વચ્છ સર્વેક્ષણમાં વડોદરા સમગ્ર દેશમાં 18મા સ્થાને

ગત વર્ષે શહેરનું સ્થાન 33મું હતું : વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ પણ મળ્યો


વડોદરા તા

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો નંબર દેશમાં 18માં નંબરે આવ્યો છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ પછી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હોવાનું મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. વડોદરાનો નંબર ગત વર્ષે દેશમાં 33મો હતો. આ વખતે એવોર્ડ 4 કેટેગરીમાં અપાયા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ સીટીઝ, શ્રેષ્ઠ ત્રણ સ્વચ્છ શહેર અને રાજ્યના પ્રોમિસિંગ ક્લીનસીટીનો રાજ્ય સ્તરના એવોર્ડનો સમાવેશ થતો હતો. વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ પણ મળ્યો છે, જે કેન્દ્રના મંત્રીઓના હસ્તે એનાયત કરાયો હતો. પ્રોમિસિંગ ક્લીન સીટી એટલે સ્વચ્છતા ક્ષેત્રે શહેર આગળ આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ એવોર્ડ પ્રોત્સાહન તરીકે અપાયો છે. આ વખતના સર્વેક્ષણમાં થીમ “રીડ્યુસ, રીયૂઝ, રિસાયકલ “રાખવામાં આવી હતી. હજુ “મારું શહેર સ્વચ્છ શહેર” સમજી નગરજનોના સાથ સહકારથી આગળ વધી શકાશે જ એવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો. એવોર્ડ સમારંભમાં મેયર પિન્કીબેન સોની, ડો. શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મનીષ જોષી “મૌન” દ્વારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here