સ્વદેશી જાગરણ મંચ અને કોલેજ કેમ્પસ પાટણના સંયુકત ઉપક્રમે સ્વદેશી ભારત…સશકત ભારત કાર્યક્રમ યોજાયો.

પાટણ એનજીઇએસ કેમ્પસ ખાતેથી સ્વદેશી ભારત ગૌરવયાત્રા યોજાઈ…

આજથી ૮૩ વર્ષ પૂર્વે આઝાદ ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતું… તે સમયે દેશવાસીઓએ ગોરી સરકારની અનેક યાતનાઓ વેઠી હતી. ત્યારે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે તે સમયના નામી-અનામી દેશભકતોએ અનેક આંદોલનો કર્યા હતા ત્યારે ૮મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વદેશી અપનાવો… અંગ્રેજો હિંદ છોડો…આંદોલન શરુ થયુ હતું. ત્યારે આજે ૮મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સ્વદેશી અપનાવો…હિંદ છોડો આંદોલનને માનસપટ પર તાજુ કરી પાટણ એનજીઇએસ કેમ્પસ ખાતેથી સ્વદેશી ભારત ગૌરવયાત્રા યોજાઈ હતી.

નોર્થ ગુજરાત એજયુકેશન સોસાયટી-મુંબઈ સંચાલીત પીપીજી એકસપરીમેન્ટલ હાઈસ્કૂલ, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લીક સ્કુલ અને અરવિંદ જીવાભાઈ વિદ્યામંદિર તથા સ્વદેશી જાગરણ મંચ-પાટણના સંયુકત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતેથી સ્વદેશી ભારત…સશકત ભારત કાર્યક્રમ અંતર્ગત ભારત ગૌરવયાત્રાને સીડીઓ પ્રો.જય ધ્રુવ સહિત અન્ય આમંત્રિત મહેમાનોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ ગૌરવયાત્રામાં વિવિધ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મેક ઇન ઇન્ડીયા-વોકલ ફોર લોકલ. સ્વદેશી અપનાવો વિદેશી છોડો જેવા વિવિધ બેનરો સાથે સ્વદેશી ભારતનો સંદેશો ફેલાવ્યો હતો જે ગૌરવયાત્રા કોલેજ કેમ્પસ ખાતેથી પ્રસ્થાન પામી પાટણ શહેરના રેલ્વે સ્ટેશન-જુના બસસ્ટેશન – આદર્શ હાઈસ્કૂલ માર્ગ થઈ કોલેજ કેમ્પસ ખાતે સમાપન થઈ હતી………!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here