સ્વર સંદિપ મ્યુઝિકલ કલ્બ પાટણના સભ્યોનો પારિવારીક યે શામ મસ્તાની કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. ૨૬
પાટણ સ્વર સંદીપ મ્યુઝીકલ કલ્બ ના સભ્યોનો યે શામ મસ્તાની વીથ સ્વર-સંદીપ કાર્યક્રમ રેડ ક્રોસ હોલ માં ૧૦૦ થી વધારે સભ્યોની હાજરીમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં મહેમાન તરીકે ડો.લીલાબેન મહેન્દ્રભાઇ સ્વામી અને ડો.સ્મિતાબેન હરેશભાઇ વ્યાસે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યકમની શરૂઆતમાં પ્રાર્થના, મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્વર- સંદીપ મ્યુઝીકલ કલ્બના ડાયરેકટર સંદીપભાઇ ખત્રીએ સંસ્થાનો પરિચય આપી કરાવ્યો હતો.


આ પ્રસંગે ડો.લીલાબેન સ્વામી અને ડો.સ્મિતાબેન વ્યાસે સ્વર-સંદીપ મ્યુઝીકલ કલ્બ ના સંદિપભાઈ ખત્રી અને અનિતાબેન ખત્રી દ્રારા ચલાવવામાં આવતાં કરા ઓકે આધારિત કલાસ લાંબા સમય સુધી ચાલે અને વધુમાં વધુ ભાઇ-બહેનો આ કલ્બ મા જોડાઇ સ્ટેજ પર પરફોર્મન્સ આપે એવી શુભેચ્છા વ્યકત કરી હતી

કાર્યક્રમની શરૂઆત માં ટાઇટલ સોંગ યે શામ મસ્તાની ની રજુઆત સંદીપભાઇ એ પોતાના અલગ અંદાજ થી કરતાં તમામ સભ્યોની સાથે મહેમાનોએ પણ તેમા સુર પુરાવતા હોલમાં સંગીતનો માહોલ છવાઈ ગયો હતો. ત્યાર બાદ એક પછી એક એમ ૩૨ સભ્યોએ કરાઓકે કાર્યક્રમ અંતર્ગત મેળવેલી શિક્ષા અનુસાર તૈયાર કરેલ પોતપોતાના હિન્દી અને ગુજરાતી ગીતો, ગઝલ, ગરબા રજુ કરતા ઉપસ્થિત સૌએ તેને મન ભરીને માણ્યો હતો. સ્વર સંદિપ મ્યુઝીકલ કલ્બના સિનિયર સભ્ય શ્રીમતી સુનિતાબેન પ્રજાપતિના જન્મદિવસ નિમિતે સંદીપભાઈ અને અનિતાબેન દ્વારા બુકે આપી મહેમાનો અને હાજર તમામ સભ્યોએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોતીબેન પટેલે બે ગીતો વચ્ચેના અવકાશમાં પોતાની વાતો સરલ શૈલીમાં રજૂ કરી કાર્યક્રમને સમૃધ્ધ બનાવી દીધો, સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતીબેન પટેલે અને આભાર વિધી સંદીપભાઇ દ્રારા કરવામાં આવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here