ઉઝા ખાતે આગામી તા. ૫ મી ઓકટોબરે વિશાળ મહિલા સંમેલન યોજાશે…

પાટણ તા. ૨
વિજયા દશમી ના પાવન દિવસે ઊંઝા ઉમિયા માતા મંદિર ખાતે અનાવાડા હરિ ઓમ ગૌ શાળા ગૌ હોસ્પિટલ ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત કથાના આયોજન ના ભાગરૂપે ઊંઝા ના વિવિધ મહિલા સંગઠનોની બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં આગામી તારીખ 5/10/25 ના રોજ ઉંઝા ખાતે વિશાળ માતૃશક્તિ અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન માટેનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ સંમેલન તારીખ 5 રવિવારના રોજ ઊંઝામાં રમણવાડી દૂધની ડેરી ખાતે રાત્રે 8:30 વાગે યોજાવાનું સવૉનુમતે નકકી કરવામાં આવ્યું હોય જેમાં વિશાળ સંખ્યા માં ઊંઝા નગર અને આજુબાજુના ધર્મ પ્રેમી લોકોને સહભાગી બનવા આયોજકો એ અપીલ કરી છે.



