હારીજ પોલીસે પ્રોહીબીશનના ગુનામાં બે મહિનાથી વોરંટ આધારે નાસતા ફરતા આરોપીને રોડા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો

હારીજ (પાટણ): બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ, પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તથા પાટણ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે। જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તા. ૦૭/૧૦/૨૦૨૬ થી તા. ૨૭/૧૦/૨૦૨૬ દરમિયાન નાસતા-ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે।

આ ડ્રાઇવ અંતર્ગત હારીજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. મહેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ તથા વોચ તપાસમાં હતી। તે દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી હતી કે હારીજ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦૯૨૬૦૬૯૫/૨૦૨૬ પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબના ગુનામાં બી.એન.એસ.એસ. (BNSS) કલમ-૭૨ મુજબના વોરંટના કામે છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો આરોપી સંજુભા ઉર્ફે સજુભા નાથુભા વાઘેલા (રહે. ખારીયા, ચાંદાણી પાર્ટી, પ્રજાપતિવાસની બાજુમાં, તા. ઓગડ, જિ. બનાસકાંઠા) રોડા બસ સ્ટેન્ડ આગળ ઊભો છે।

બાતમીના આધારે હારીજ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી આરોપી સંજુભા વાઘેલાને કોર્ડન કરી ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે।

આ સફળ કામગીરીમાં હારીજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી. મહેરીયાની આગેવાની હેઠળ અ.હેડ.કોન્સ. વિજયભાઇ લગધીરભાઇ, અ.હેડ.કોન્સ. ખુમાણભાઇ હમીરભાઇ, અ.પો.કો. સંજયજી ચંદુજી, અ.પો.કો. કૌશીકદાન અજીતદાન તથા આ.પો.કો. કમલેશજી નટવરજી સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here