
પાટણ તા. ૨
પાટણના પનોતા પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુકત કરવામાં આવેલા કે. સી. પટેલ ના રવિવારે આયોજિત અભિવાદન કાર્યક્રમ મા સમસ્ત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો એ પરિવાર સાથે ઉપસ્થિત રહી કે. સી.પટેલને શાલ અને બુકે સહિત ૫૧ કિલો ચણા- કઠોળ અપૅણ કરી અભિવાદિત કરવાની સાથે સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવતાં કે. સી.પટેલે સમસ્ત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.




