હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુકત થવા બદલ કે.સી.પટેલનું ડીસા માર્કેટયાર્ડ ખાતે સન્માન કરાયું..

પાટણ તા. ૭
પાટણના પનોતા પુત્ર અને પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી ની સાથે સાથે સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા કે.સી. પટેલ ની તાજેતરમાં HUDCO ના સ્વતંત્ર ડિરેક્ટર પદે વરણી કરવામાં આવતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત તેમના બહોળા મિત્ર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
શનિવારે કે.સી.પટેલ નું ડીસા ખાતે માર્કેટયાર્ડમાં પ્રકાશભાઈ ઠાકોર ડીસા શહેર ભાજપ ઉપાધ્યક્ષ દ્વારા સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન કાર્યક્રમ મા ઉપસ્થિત મહાનુભાવો એ કે. સી. પટેલ ને પાઘડી પહેરાવી સરદાર વલ્લભભાઈ પટેલ ની ફોટો પ્રતિમા અપૅણ કરી સન્માનિત કરતાં કે. સી. પટેલે સૌનો આભાર વ્યકત કર્યો હતો.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here