હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કે.સી.પટેલ નું 15000 કિલો પક્ષીઓ ના ચણ થી ભવ્ય સન્માન કરાશે..

સરસ્વતી તાલુકાના નગરજનો નોટબુકો સહિત ની ભેટ સોગાદ થી સન્માનિત કરશે…

ભારત સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ આગેવાન અને પાટણ ના પનોતા પુત્ર એવા કે.સી.પટેલ ને હુડકો માં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે ની નિમણૂક થવા બદલ સમગ્ર વિસ્તારે ગૌરવની લાગણી અનુભવી ભારત સરકાર અને કેન્દ્રીય અને પ્રદેશ ભાજપના સૌનો આભાર વ્યક્ત કરવા વિસ્તારના કાર્યકર્તાઓ
,સામાજિક આગેવાનો અને સેવાકીય સંસ્થાઓ
નો સહીયારો અભિવાદન કાર્યક્રમ રવિવારે શહેર સમીપ આવેલા લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
પાટણ વિસ્તારના આગેવાન કે.સી.પટેલની આ નિમણૂંકને વધાવવા પાટણ શહેર ,તાલુકા અને સરસ્વતી તાલુકા સહિત સમગ્ર જિલ્લા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે આયોજિત આ અભિવાદન કાર્યક્રમમાં પાટણ રાહુલ પટેલ, ગિરીશ મોદી,હર્ષ પટેલ, કિશોર મહેશ્વરી.દર્શક ભાઈ ત્રિવેદી ,ભરતભાઈ પટેલ. દિલીપ દેસાઈ. કિરણ દેસાઈ.જેતાજી ઠાકોર સહિત પાટણ તાલુકા ના સૌ શુભેચ્છકો, આગેવાનો દ્વારા કે.સી. પટેલ નું 15000 કિલો ઉપરાંત ધાન જેમાં ઘઉં, બાજરી,બંટી,જુવાર, મકાઈ વગેરે ધાનની પૂજા – અર્ચના કર્યા બાદ કે.સી.પટેલ ને સન્માન સ્વરૂપે અર્પણ કરાશે.
આ એકત્ર કરેલ ધાન એ અબોલ જીવ સહિતના પશુ-પક્ષીઓને ખવડાવવા તાલુકા વિસ્તારમાં વિતરણ કરાશે અને બાકી ધાન શ્રી હરિઓમ ગૌશાળા અને વચ્છરાજ દાદા ની ગૌ શાળા માં મોકલવામાં આશે.
આમ આ નવતર અને સેવાભાવ ના ભાવ સાથે ના આયોજીત આ સન્માન કાર્યક્રમ એક નવી દિશા ચીંધનારો બની રહેશે તેવું એપીએમસી ના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું હતું.
આ સાથે કે.સી.પટેલના આ અભિવાદન કાર્યક્રમ માં પાટણ શહેરની સેવાકીય,સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો દ્રારા પણ વિવિધ વસ્તુઓ આપી સન્માન કરાશે જ્યારે સરસ્વતી તાલુકાના નગરજનો દ્વારા નોટબુક અને અન્ય ભેટ સોગાદ થી કે.સી.પટેલનુ અભિવાદન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here