૧૦૦ ગોળ પાટણવાડા રોહિત સમાજમાં સમાધાન અને એકતા સ્થાપવા સમાજ અગ્રણીની અપીલ..

પાટણ તા. 9
પાટણવાડા રોહિત સમાજમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવી સમાજમાં એકતા, ભાઈચારો અને વિકાસની ભાવના મજબૂત બને તે હેતુથી સમાજ અગ્રણી વિનોદભાઈ સોલંકી (સમીસા) દ્વારા સમાજના તમામ ભાઈ-બહેનો, આગેવાનો અને આજીવન સભ્યોને સમાધાનનો માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું છે કે સમાજના આંતરિક મતભેદોને બાજુ પર રાખીને શિક્ષણ, સમાજ
સેવા અને ગરીબ પરિવારોના ઉત્થાન માટે સૌએ એકસાથે મળીને કાર્ય કરવું જોઈએ.
૧૦૦ ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિ
દાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ અંગે છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી મહેસાણા ચેરિટી કોર્ટમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here