પાટણ તા.૧૦
પાટણ પદ્મનાભ વાડીમાં નવનિર્મિત સ્વામી પરિવાર
ના કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર પરિસર ખાતે શુક્રવારે દાતા પરિવારના માલતીબેન મનસુખભાઈ સ્વામી
(USA) દ્વારા ચાંદીનો થાળ તેમજ માતાજી ની ચાંદી ની ચરણ પાદુકા નાત ગોર નાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે માતાજીને અપૅણ કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે દાતા પરિવાર સહિત સ્વામી પરિવારના શાંતિભાઈ સ્વામી,મણીલાલ સ્વામી, યશપાલ સ્વામી, દશરથભાઈ મંડપ વાળા, રાજેશભાઈ સ્વામી (ખન્નાભાઈ), મહેશ સ્વામી,વિજય સ્વામી,અરવિંદભાઈ ટુરવાળા,હરનીશભાઈ મિસ્ત્રી, હરેશભાઈ માસ્તર, ધમેન્દ્ર ભાઈ પ્રજાપતિ, પુજારી નિતિન સ્વામી સહિત શ્રી સમેળા માતાના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુજા- વિધિ સહિત માતાજીની આરતી પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.




