CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ 100 % પરિણામ સાથે જિલ્લામા મોખરે

શાળા ની વિધાર્થિની વૃષ્ટિ પટેલે 95% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું…

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS), પાટણે CBSE ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં ફરી એકવાર શૈક્ષણિક શ્રેષ્ઠતાની છાપ છોડી છે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS), શાળાએ વિજ્ઞાન અને કોમર્સ બંને પ્રવાહોમાં 100% પરિણામ સાથે જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ડંકો વગાડ્યો છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કારની પ્રયોગશાળા તરીકે ઓળખાતી BIPS આજે પણ પોતાની સિદ્ધિઓથી શિક્ષણ જગતમાં અગ્રેસર રહી છે.

કોલેજ કેમ્પસ ના પ્રો. જય ધ્રુવે આ સફળતા પર આનંદ વ્યક્ત કરતા કહ્યું, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની અથાક મહેનત અને સંયુક્ત પ્રયાસોના પરિણામ સ્વરૂપ આ સુવર્ણ પરિણામ મળેલ છે. BIPS એ પાટણ શહેરના ગૌરવને ચાર ચંદ્ર લગાવ્યા છે અને શાળાના યુવાનોએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદીપ્ત કરવાની પ્રતિબદ્ધતા ફરી દર્શાવી છે.
શાળા માં વિજ્ઞાન પ્રવાહ માં વૃષ્ટિ પટેલ (95%), પૃથ્વી જોશી (93%), જીમી ઠક્કર (91%), દિયા પટેલ (90%) અને યુગ પટેલ (89%) જેવા મેરિટ ધારકોએ શાળાની શૈક્ષણિક ગૌરવગાથા સમૃદ્ધ કરી છે.કોમર્સ પ્રવાહ માં અનંત ઠક્કર (90%) અને કરણસિંહ મારવાડ (87%) જેવા વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ સ્કોર સાથે સંસ્થાની સિદ્ધિને પુષ્ટિ આપી છે. શાળાના આચાર્ય ડૉ. ચિરાગ પટેલેઆ સંદર્ભે જણાવ્યું, આ સફળતા માત્ર ગુણોની નહીં, પરંતુ સહિયારા શિક્ષણ, શિક્ષકોના સમર્પણ અને વાલીઓના વિશ્વાસની જીત છે. અમે આ બાળકોને તેમના જીવનમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે સતત પ્રેરિત કરીશું.BIPSની આ સિદ્ધિ ફક્ત એક પરીક્ષાના પરિણામથી આગળ, સમગ્ર શિક્ષણ પ્રણાલીના સંવેદનશીલ નેતૃત્વનું પ્રતીક છે. શાળા આગામી સમયમાં પણ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને સર્વાગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here