NGES સંચાલીત ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ધોરણ 10 માં 100 % પરિણામ સાથે પાટણ જિલ્લામાં અગ્રેસર

શાળા ની વિદ્યાર્થીની જહાનવી શાહે 99% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં ટોપર્સ માં સ્થાન મેળવ્યું…

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ એ CBSE ધોરણ 10ના બોર્ડ પરિણામોમાં ઉત્તમ પ્રદર્શન કરીને શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરી છે. સ્કૂલે 100% પરિણામ સાથે ટોચના ગ્રેડ્સ અને જિલ્લાની રેન્કિંગમાં પ્રભુત્વ જમાવ્યું છે. આ વર્ષે BIPS દ્વારા શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપીત કર્યો છે.

શાળઆની વિદ્યાર્થીની જહાનવી શાહે 99% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન અને રાજ્ય સ્તરે ટોપરમાં સ્થાન મેળવી BIPSની ઓળખ વધુ પ્રબળ બનાવી છે. તેમની સાથે ઓમ ઠક્કર અને મેઘ પટેલ (95%), હર્મિન પટેલ (94%), યજ્ઞ પટેલ અને દિયા પટેલ (93%), તથા હંસલ સોલંકી, ધ્યેય પટેલ અને ધ્યાના વ્યાસ (92%) જેવા વિદ્યાર્થીઓએ પણ ઉત્કૃષ્ટ પરિણામો નોંધાવ્યા છે. કુલ 17 થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સ્કૂલના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિઓ BIPSની શૈક્ષણિક ગુણવત્તા અને અગ્રણી સંસ્થા તરીકેની પ્રતિષ્ઠાની પુષ્ટિ આપે છે.

શાળા ના આ ગૌરવમય પ્રસંગે NGES કેમ્પસના પ્રો. જય ધ્રૂવે BIPS પરિવારને આ ઐતિહાસિક સિદ્ધિ માટે NGES તરફથી અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું હતુ કે CBSE ધોરણ 10માં 100% પરિણામ અને જિલ્લાની ટોચની રેન્કિંગ BIPSની શૈક્ષણિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે જહાનવી શાહએ રાજ્ય સ્તરે મેળવેલ સિદ્ધિ માટે વિશેષ ગર્વ છે અને આ સફળતા આપણી સંસ્થાના મૂલ્યો, પરિશ્રમ અને દૂરદર્શી વિચારધારાનું ફળ છે. આચાર્ય ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતુ કે આ પળ BIPS માટે ગર્વ અને આનંદની છે. વિદ્યાર્થીઓની મેહનત, શિક્ષકોના માર્ગદર્શન અને શાળાની શૈક્ષણિક સંસ્કૃતિના પરિણામે આ શ્રેષ્ઠ પરિણામ મળ્યા છે. BIPS શિક્ષણ, જ્ઞાન, પાત્રતા અને નૈતિક મૂલ્યો દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે તૈયાર કરતી અગ્રણી સંસ્થા તરીકે તેની યાત્રા સતત આગળ વધારી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here