પાટણ તા.૧૫
આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ની ચૂંટણી 2025 યોજાનાર છે. ત્યારે પાટણ ઠક્કર સમાજના જાણીતા અગ્રણી અને મેડિકલ સ્ટોર વાળા બીરેનભાઈ ઠક્કરના સુપુત્ર અને અનેકવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથેની સેવા પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા એવા જીવદયા પ્રેમી ચિ.રાહુલ ઠક્કરે પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી પદે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે રાહુલ ઠક્કરને મહામંત્રી પદે વિજય બનાવવા પાટણના પ્રબુદ્ધ નગરજનોને મોટી સંખ્યામાં રાહુલ ઠક્કર ની તરફેણમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.




