કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખે હાજર રહી દાતા પરિવારની સેવાઓને બિરદાવી..

પાટણ તા.૨૧
પાટણ સ્વામી પરિવારના દાનવીર દાતા અને શ્રી સમેળા માતા તેમજ શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર સહિત અનેક મંદિરો ના નિમૉણ માં સહયોગ આપનાર અમેરિકા સ્થિત મનસુખભાઈ પરસોતમદાસ સ્વામી અને તેમના ધર્મ પત્ની માલતીબેન સ્વામી નો મંગળવારે સાંજે શ્રી સમેળા માતાજીના મંદિર પરિસર ખાતે આભાર દશૅન કાયૅક્રમ શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ પરિવાર અને શ્રી સમેળા માતા મંદિર સમિતિના કાયૅકરો દ્રારા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ આભાર દર્શન કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી સમેળા માતા મંદિરના સેવકગણ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારે મનસુખભાઈ અને તેમના ધર્મ પત્ની માલતીબેન ને બુકે,શાલ થી સન્માનિત કરી મોં મીઠું કરાવી તેમની તેમજ તેમના પરિવારજનોની ધાર્મિક તીર્થસ્થાનોના નિર્માણમાં તન,મન અને ધનથી અપાતા સહયોગની મુક્તમને પ્રસંશા કરી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી પદ્મનાભ ભગવાન તેમજ કુળદેવી શ્રી સમેળા માતા સદાય તેઓને તેમજ તેઓના પરિવારજનો તંદુરસ્ત અને મસ્ત રાખે તેવી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી હતી.
આ આભાર દર્શન નો મનસુખભાઈ પરસોતમદાસ સ્વામી અને તેમના ધર્મપત્ની માલતીબેન મનસુખભાઈ સ્વામી એ હૃદયથી સ્વીકાર કરી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગર તેમજ શ્રી સમેળા માતા મંદિર સમિતિના સેવકો સહિત પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર નો આભાર પ્રગટ કર્યો હતો.




