પાટણના યામી પેટ્રોલપંપ નજીક થી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડી ઝડપાઈ..

વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ-૩૫ કિ.રૂ.૫૩,૧૪૮ તેમજ ઇક્કો ગાડી કબજે કરાઈ.

ગાડી ચાલકની અટકાયત કરી ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા..

પાટણ તા.૨૭
પાટણ બી ડિવિઝન પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે શહેરના હાઈવે પરના યામી પેટ્રોલપંપ નજીક થી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડી ને ચાલક સાથે ઝડપી ગુનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા પાટણ શહેર સહિત જિલ્લા માથી પ્રોહિબીશનની બદી ને દુર કરવા કરેલ સુચના આધારે પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.સોલંકી,પીએસઆઈ આઈ.જી.મોરી પો.સ્ટે
ના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી અને
જુગાર લગત પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારો દ્રારા ચોકકસ બાતમી મળેલ કે ઇક્કો ગાડી નં.GJ.02.BD.0400 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.જે ગાડી શહેરના શીતળા માતાની ચોકડી તરફથી પાટણ ટાઉન તરફ જનાર છે. જે હકિકત આધારે ટીમે નાકાબંધી કરતા બાતમી વાળી ઇક્કો ગાડીને પાટણ હાઈવે પરના યામી પેટ્રોલપંપ નજીક થી ઝડપી તેની તલાસી લેતાં ઇક્કો ગાડી માંથી ગે.કા.ભારતીય બનાવટની વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ.૩૫૭ કિ.રૂ.૫૩,૧૪૮ નો મુદ્દામાલ મળી આવતાં ટીમે દારૂના જથ્થા સાથે ગાડી ચાલક ભરતસિંહ ફુલાજી જાદવ
રહે.રાંનેર,રૂપાણીપાર્ટી તા.કાંકરેજ જી.બ.કાંઠાને પકડી આ ગુનામાં સંડોવાયેલ વાલારામ પારખરામ ઠાકોર, રહે.
ધામસણ રાજસ્થાન અને રાહુલ ઠાકોર રહે.ગોલા
પુર વાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here