ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ નો વાર્ષિકોત્સવ ૨૦૨૫- યોજાયો..

આગામી બે વર્ષ માટેના પ્રમુખ, મંત્રી,ખજાનચી સહિત કારોબારીની રચના કરાઈ…

સંપર્ક,સહયોગ,સંસ્કાર, સેવા અને સમર્પણ ની ભાવના સાથે કાયૅ કરતી ભારત વિકાસ પરિષદ-સિધ્ધહેમ શાખા, પાટણનો શુક્રવારે શહેરના શાકાર પાર્ટી પ્લોટ ખાતે વાર્ષિકોત્સવ – ૨૦૨૫ આયોજિત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્ર પ્રતિ સમર્પિત ભારત વિકાસ પરિષદ વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબધ્ધ રહી છે અને સેવાની સાથે સાથે સંસ્કારલક્ષી કાર્યો તેમજ પારિવારીક ભાવનાને સાકાર કરતી આ સંસ્થા ના વષૅ ૨૦૨૩-૨૪ ના પ્રમુખ ભાગૅવભાઈ ચોકસી અને તેમની સમગ્ર ટીમે ૮૦ ઉપરાંત વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રોજેક્ટ થકી સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ ને વેગવાન બનાવી હોય વિવિધ સેવાકાર્યો ના સંયોજનો ને શિલ્ડ આપી સન્માનિત કરી નવા વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રમુખ દિનેશભાઇ બી.પ્રજાપતિ અને તેમની સમગ્ર ટીમ પણ સંસ્થા દ્રારા લોક ઉપયોગી પ્રોજેક્ટ કરી સંસ્થાનું નામ સેવા ક્ષેત્રે ઉજળુ કરે તેવી સૌ મહાનુભાવો એ આશા વ્યક્ત કરી હતી.
ભાવિપ સિદ્ધહેમ શાખા પાટણ ના વાર્ષિકોત્સવ-૨૦૨૫ના સમારંભમાં ઉપેન્દ્રભાઈ પટેલ (USP Construction Co.), મનીષભાઈ એસ. પટેલ (સ્વદુર ડેવલોપર્સ-પાટણ)
કમલભાઈ ચંદારાણા (પ્રમુખ ભાવિપ-ગુજરાત ઉત્તર) સહિતનાઓએ ઉપસ્થિત રહી ગત બે વર્ષ સંસ્થાના સેવાકાર્ય કરનાર પ્રમુખ ભાર્ગવ ચોકસી, ખજાનચી ઘનશ્યામ ત્રિવેદી,મંત્રી નરેન્દ્ર ચૌહાણ સહિત ની ટીમ ને બિરદાવી નવીન વષૅ ના પ્રમુખ દિનેશભાઇ પ્રજાપતિ અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી.
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણના વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રમુખ પદે દિનેશ બી.પ્રજાપતિ, મંત્રી નરેન્દ્ર ચૌહાણ, ખજાનચી ઘનશ્યામ ત્રિવેદી સહિતના કારોબારી સભ્યો ને અશ્વિનભાઈ જોષીએ સપથ ગ્રહણ કરાવ્યા હતા જયારે નવીન ટીમને કિશોર મહેશ્વરી,જયેશ પટેલ,હષૅ પટેલ સહિતના મહાનુભાવો એ કુમકુમ તિલક કરી આવકાયૉ હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here