પાટણ તા.૧
પાંચ પરગણા ઔ.સહસ્ત્ર બ્રહ્મસમાજના ઉધ્ધારક પ.પુજય બ્રહ્મલિન ગુરૂવર્ય શ્રી આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ થી શ્રી આનંદપ્રકાશ ઔ.સહસ્ત્ર બ્રહ્મસમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી આનંદ પ્રકાશ બ્રહ્મ સમાજ બોર્ડિંગ પાટણની જનરલ મિટીંગ આનંદ પ્રકાશ બ્રહ્મ સમાજ બોર્ડીંગ પાટણ ખાતે પ.પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુની નિશ્રામાં ગતરોજ મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે દુધારામપુરા(હાલ-પાટણ) વતની વિનોદભાઈ. આર. જોષી ની વરણી કરવામાં આવતા ઉપસ્થિત સૌએ તેઓની વરણીને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.




