પાટણ એસ ટી વિભાગમાં ફરજ બજાવી વય નિવૃત્ત થતા હર્ષદભાઈ જાની નો વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા.૨
પાટણ એસટી વિભાગમાં છેલ્લા 31 વર્ષથી પ્રસંસનીય સેવા આપી તારીખ 31 મે ના રોજ વય નિવૃત્ત થતા હર્ષદભાઈ જાનીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ પાટણ શહેરના શ્રી જગન્નાથ મંદિર પરિસર ના સત્સંગ હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્ટીગણ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત વય નિવૃત્ત થતા હર્ષદભાઈ જાનીના પરિવારજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભેટ-સોગાદો અપૅણ કરી નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વય નિવૃત થતા હર્ષદભાઈ જાનીએ પોતાના ફરજ કાળ દરમિયાન એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ પરિવારના મળેલા સહકાર બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી એસટી વિભાગ ને જરૂર પડે સહયોગ આપવાની ખાતરી આપી તેઓએ પોતાનું નિવૃત જીવન પોતાના પાટણ વાડા બ્રહ્મ સમાજ અને જગન્નાથ મંદિરની સેવા પ્રવૃતિ માં પોતાની નિસ્વાર્થ સેવા આપી વ્યતીત કરવા ઈચ્છા પ્રગટ કરી તેઓના નિવૃતી વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here