ગંદકી નું નિરાકરણ નહિ આવે તો ગંદકી ઉપાડી પ્રમુખ ની ઓફિસમાં ઠલવાશે : રહીશો..
પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના નિકાલની સમસ્યા ગંભીર બની છે. શહેરના જૂના પાવર હાઉસ પાસે વોર્ડ નંબર ૮ અને ૧૦ ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં કચરો ઠલવાય છે. આ સ્થળે શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત થતો કચરો અને બે પૈડાંની લારીઓનો કચરો પણ ઠલવવામાં આવે છે.
સ્થાનિક રહેવાસીઓએ આ કચરાના ઢગલાથી ઊભી થયેલી આરોગ્યની સમસ્યા અંગે પાલિકામાં સોમવારે ઉપપ્રમુખ ને રજૂઆત કરી આ ગંદકી ના કાયમી નિરાકરણની માગ કરી હતી.
આ ગંદકી બાબતે સ્થાનિક સામાજિક કાર્યકર ભૂરાભાઈ સૈયદે જણાવ્યું હતું કે વોર્ડ ઇન્સ્પેક્ટર અને નગર
પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ ગંદકી હટાવવા મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.
ત્યારે જો આ સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવવામાં નહિ આવે તો વિસ્તારમાં રહેતા તમામ રહેવાસીઓ આ તમામ કચરો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઠાલવશે તેવી ચિમકી આપી હતી.
જોકે સ્થાનિક રહીશોની ગંદકી મામલે કરાયેલી રજૂઆતના પગલે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહે તેમના પ્રશ્ન ના નિરાકરણ માટેની હૈયા
ધારણા આપી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…




