પાટણમાં આકાર પામેલા ટી-આકારના ઓવરબ્રિજ પર 100 કરતાં વધુ એલીડી લાઇટો ફીટ કરાઈ.

ચોમાસા પહેલા મુખ્યમંત્રીના હાથે ઓવરબ્રિજનું ઉદઘાટન થાય તેવી શક્યતા…

પાટણ શહેરના રાજમહેલ રોડ પર નિર્માણાધીન ટી-આકારના ઓવરબ્રિજ ની મુખ્ય કામગીરી પૂર્ણતાના આરે છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં બ્રિજની રંગરોગાન કામગીરી અંતિમ તબક્કામાં છે.
બ્રિજ પર રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે વાહનોને બ્રિજ પરથી પસાર થવાની બિનસત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. લોકો બ્રિજ રાઈડિંગનો આનંદ માણવા એક છેડેથી બીજા છેડા સુધી વાહન ચલાવી રહ્યા છે.
બ્રિજની સૌથી આકર્ષક વિશેષતા તેની લાઇટિંગ વ્યવસ્થા છે. બ્રિજના ત્રણેય છેડાથી મધ્ય ભાગ સુધી બંને તરફની રેલિંગ પર 100 થી વધુ LED સ્ટ્રીટલાઇટના પોલ લગાવવામાં આવ્યા છે. આ લાઇટ્સ ટૂંક સમયમાં કાર્યરત થશે, જે બ્રિજની સુંદરતામાં વધારો કરશે.
આગામી ચોમાસા પહેલાં જૂન-જુલાઈ માસમાં મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવાનું આયોજન હોય તેવું જાણવા મળ્યું છે.
આ માટે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. પાટણના નાગરિકો લાંબા સમયથી આ બ્રિજ ના ઉદધાટન ની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here