પાટણ તા. ૨
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામા ગુમ અને સિઝર થયેલ મોબાઇલ તથા ટ્રકને હસ્તગત કરી કુલ રકમ રૂ.૯,૪૦,૦૦૦ નો મુદામાલ મૂળ માંલિકને સમી પેાલીસે પરત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી, રાધનપુર વિભાગનાઓએ પાટણ જિલ્લામાં સિઝર અને ગુમ થયેલ ટ્રક તથા મોબાઇલ ફોનની તપાસ કરી કરાવડાવી શોધી કાઢવા આપેલ સુચના ને ધ્યાનમાં રાખીને ઈનચાર્જ પોલીસ ઇન્સપેક્ટર સમી પોલીસ સ્ટેશન ના એ. પી. જાડેજા તથા સમીપોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સમી પો.સ્ટે વિસ્તારમા મોબાઇલ તથા ટ્રક ગુમ,સિઝર થયેલ તે બાબતે ટેકનીકલ એનાલીસિસ કરી અરજદારોના કુલ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૪૦,૦૦૦ ના તથા તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ ગે.કા ચોખા ભરી વહન કરતા ટ્રક નંબર-RJ-03-GA-6455 વાળો સિઝર કરવામાં આવેલ જે બાબતે સમી પો.સ્ટેગુ.ર.નં ૧૧૨૧૭૦૨૯૨૫૦૧૧૮/૨૦૨૫ આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ-૩,૭ મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ જે બાબતે મે.જીલ્લા મેજી પાટણ ના હુકમ નં.સપ/કસન/સિઝર કેશ.૦૩/૨૦૨૫ તા.૧૯ મેં ના રોજ હુકમથી રૂપીયા ૯,૦૦,૦૦૦/-નો શરતોને આધિન દંડ કરાવવામાં આવેલ હોઇ આમ કુલ કિંમત રૂપીયા ૯,૪૦,૦૦૦/- ની ટ્રક તથા મોબાઇલ ફોન શોધી મુળ માલીકને સુપ્રત કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સમી પોલીસ સ્ટેશનમાં સિઝર-ગુમ થયેલ ટ્રક તેમજ મોબાઇલ ફોન શોધી અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોનું આર્થિક નુકશાન અટકાવી મદદરૂપ થયેલ હોવાનું જાણવા મળ્યું છે.




