પાટણ તા. ૨
આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે.

પાટણ એ ડિવિઝન પોલીસે શહેરના વિવિધ માર્ગો પર સોમવારે સાંજે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું.
આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ પાટણ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસની આ કવાયત શહેરમાં સુરક્ષાની ભાવના વધારવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે હાથ ધરવામાં આવી હતી.
ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ દળે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી હતી.
આ પગલાંથી નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધી છે અને તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.




