
તા. ૦૫/૦૬/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કિડ્ઝ કિંગડમ્ પ્રિ-સ્કૂલ તથા કેકારવ બાલમંદિરમાં પ્રવેશોત્સવ ભારતીય પરંપરા, સંસ્કૃતિ મુજબ વૈદિક મંત્રોચ્ચારના માધ્યમથી ગાયત્રીયજ્ઞધ્વારા કરવામાં આવ્યો. જેમાં ટ્રસ્ટી હાર્દિકભાઈ રાવલ, ડાયેટના પ્રાચાર્ય પિંકીબેન રાવલ, શાળાના આચાર્ય જયેશભાઈ રાવલ, જ્ઞાનમંદિરના પ્રિન્સીપાલ અર્જુનભાઈ, સમગ્રસ્ટાફગણ તેમજ નાના ભૂલકાઓએ આ યજ્ઞમાં આહૂતિ આપી ઉત્તમ શિક્ષણ, સંસ્કાર સિંચન તેમજ શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર થાય અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા શુભ સંકલ્પ સાથે કરવામાં આવ્યો.


ડાયેટના પ્રાચાર્ય પિંકીબેન રાવલ ધ્વારા તમામ બાળકોને યજ્ઞનું મહત્વ, આપણી ભારતીય સંસ્કૃતિની સમજ આપી બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર, મૂલ્યસિંચન કરવાની સમજ આપવામાં આવી. આ કાર્યમાં સૌ બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે –સાથે આજે ૫મી જૂન વિશ્વપર્યાવરણ દિવસ હોવાથી વૃક્ષનું મહત્વ, પર્યાવરણનું જતનમાં વૃક્ષનું મહત્વનું યોગદાન છે તે વિશેની સમજ બાળકોને આપવામાં આવી. ઉપરાંત ડાયેટના પ્રાચાર્ય પિંકીબેન રાવલ તથા ટ્રસ્ટી હાર્દિકભાઈ તથા સમગ્ર સ્ટાફપરિવાર અને નાના ભૂલકાઓ ધ્વારા શાળામાં વૃક્ષારોપણ, ચકલીના માળા અને પાણીના કૂંડા મૂકી પર્યાવરણ પ્રત્યે જાગૃતતા અને પંખી પ્રત્યે જીવદયાના નું નિર્માણથાય તેવા અદ્ભૂત પ્રયાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઉપરાંત 1st ડે સેલ્ફી પોઈન્ટ, ગાયત્રી પરિવાર ધ્વારા યજ્ઞમાં આહુતિ- વૈદિક મંત્રોચ્ચાર, અક્ષયપાત્રના માધ્યમથી પક્ષીને ચણ, ચકલાના માળા (પક્ષી ઘર), પાણીના કૂડાં, વૃક્ષારોપણ જેવી સુંદર પ્રવૃતિઓના માધ્યમથી બાળગીતોની રમઝટ બોલાવી અનેરા આનંદ, ઝોમ, ઉત્સાહથી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
શાળાના પ્રથમ દિવસથી શિક્ષણ કાર્યની સાથે સંસ્કાર, મૂલ્યલક્ષી સહઅભ્યાસિક પ્રવૃતિઓના માધ્યમથી બાળકમાં ઉત્તમ ચારિત્ર્યનું ધડતર થાય અને તે શ્રેષ્ઠ નાગરિક બને તેવી શુભભાવનાથી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.




