મહિલા મંડળ સંસ્થામાં મહિલા મંડળ પાટણ અને યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે ચાલતા બ્યુટી પાર્લર ક્લાસના બે મહિના પૂર્ણ થતા તારીખ 4 જૂન 2025 બુધવારના રોજ સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં એક કોમ્પિટિશન નુ આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં બ્યુટી પાર્લર શીખનાર ક્લાસની 22 છોકરીઓએ હરીફાઈમાં ભાગ લીધેલ હતો હરીફાઈમાં પ્રથમ ત્રણ નંબરે આવેલ બહેનોને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ અન્ય બધી જ છોકરીઓને પણ સર્ટિફિકેટ આપવામાં આવેલ હતા આ કાર્યક્રમ નિમિત્તે મહેમાનોમાં યુગાંજલિ કેળવણી મંડળના જીજ્ઞાબેન દવે તેમજ તેમની ટીમ, શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિય, ડો.બાબુભાઈ પ્રજાપતિ તેમજ મેઘાબેન ગોસ્વામી (સમાજ સુરક્ષા ખાતુ) હાજર રહ્યા હતા.. જીજ્ઞાબેન દવે એ મહિલા મંડળમાં આવી ઘણી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીશું એવું જણાવ્યું તેનાથી બહેનો પોતાના પગભર થઈ શકે અને ઘર સંભાળીને આવક પ્રાપ્ત કરી શકે એવી પ્રવૃત્તિઓની સંસ્થા દ્વારા પણ ચાલે છે. મેઘાબેન ગોસ્વામી મહિલાઓને સબસીડી કઈ રીતે મળે અને તેનો લાભ બહેનોએ કેવી રીતે લેવો જોઈએ તે અંગે માહિતી આપી હતી બાબુભાઈ પ્રજાપતિ એગર્વની લાગણી અનુભવતા જણાવ્યું કે અમારી રોટરી સંસ્થા છેલ્લા છ સાત વર્ષથી મહિલા મંડળ સાથે બ્યુટી પાર્લરના કોર્સ શીખવાડવા માટે સહભાગી બને છે શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું કે બ્યુટી પાર્લર નો વ્યવસાય માં વ્યક્તિ જો પ્રમાણિકતાથી કામ કરે તો ધાર્યા કરતા પણ વધુ ઘરે બેસીને કમાણી કરી શકાય કારણ કે આ વ્યવસાય કરોડોનો વેપાર કરતો વ્યવસાય થઈ રહ્યો છે. મહિલા મંડળમાં ચાલતા સમગ્ર ક્લાસીસનો સુંદર આયોજન આશાબેન, સંધ્યાબેન ,મીનાબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા થતો હોય છે આ હરીફાઈ માં પ્રથમ નંબરે મહેક પ્રજાપતિ, દ્વિતીય દુર્ગા આચાર્ય અને તૃતીય આંશી પ્રજાપતિ વિજેતા બન્યા હતા તેનો નિર્ણય માનેબેન અને હર્ષિદાબેન દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ મમતાબેન ખમાર દ્વારા કરવામાં આવી હતી




