ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ, શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાયો…


પાટણ શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી હતી.

મૌલાના સિદ્દીક સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફનો પાઠ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી.
જયારે આ પ્રસંગે દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. સાથે જ પુલવામા આતંકવાદી હુમલાને વખોડવામાં આવ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ ઈદગાહ સહિત પાટણ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પાટણ શહેર અને પાટણ જિલ્લામાં બકરી ઈદની ઉજવણી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી……….!




