પાટણ તા. 7
પાટણ ની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટેલ પ્રાથમિક શાળાના આગામી સપ્તાહ મા યોજાનાર પ્રવેશોત્સવ પ્રસંગે શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને દાતા પરિવાર તરફથી સ્કુલબેગ અને યુનિફોર્મ અપૅણ કરવામાં આવનાર છે.
આ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ધોરણ 3 અને ધોરણ 6 માં નવીન પ્રવેશ લેનાર તમામ વિધાર્થીઓને સ્કૂલ બેગ તેમજ ડ્રેસ સહિત શૈક્ષણિક વસ્તુઓની ભેટ દાતાઓ તરફથી આપવામાં આવશે.
આ સાથે શાળામાં 8કિલો વૉટ સોલર સિસ્ટમ,
વિધાર્થીઓને બેસવા માટે બેન્ચ 100 નંગ,વિધાર્થીઓ માટે સ્કૂલ ડ્રેસ,બુટ-મોજા,ટાઈ બાલ મંદિર થી ધોરણ 8 સુધીના તમાંમ વિધાર્થીઓ માટે અને તે સિવાય શૈક્ષણિક સામગ્રી, શાળા માટે કલર કામ , કમ્પ્યુટર રૂમ અને સ્માર્ટ ક્લાસ રૂમ,લાઇબ્રેરી રૂમ તેમજ જરૂરી પુસ્તકો, જરૂરી ફર્નિચર જેવી સુવિધા માટે દાતાઓ આવકાયૅ હોવાનું શાળાના આચાર્ય ઉજવલભાઈ ભગવાનભાઈ પટેલે જણાવ્યું છે.




