
ભારત વિકાસ પરિષદ દ્વારા 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દર વર્ષે વિવિધ રીતે કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્કાર ગાર્ડનની સામે 11 વૃક્ષો વાવીને પાંજરા લગાવાવમાં આવ્યા અને તે વિસ્તારની સોસાયટીઓ ના દાતા ના સહયોગ થી નવા વૃક્ષો લગાવવા આવ્યા જે મુજબ અત્યાર સુધી ચાલીસ વૃક્ષો વાવવામાં આવ્યા છે. અને તેની જાળવણી કરવામાં આવી રહી છે. જે મુજબ વિસ્તારમાં કુલ 151વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. આ રીતે પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પર્યાવરણના વિવિધ વિષયો વૃક્ષો વાવો, પ્લાસ્ટિક મુક્ત ભારત, પાણી બચાવો, ગ્લોબલ વોર્મિંગ, ઉપરાંત પ્રકૃતિનું જતન કરતાં વિષયો પર ચિત્રો દોર્યા હતા…
સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા… સ્પર્ધા બાદ દોરેલા ચિત્રો જોવા માટે ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચિત્રો જોયા હતા.કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રાજેશ્વરી બેન ઝવેરી અને આસ્થા ખમારે સેવાઓ આપી હતી..
આ બંને કાર્યક્રમમાં શાખાના પ્રમુખ પુણિમાબેન મોદી મંત્રી મમતાબેન ખમાર મહિલા સંયોજિકા મમતાબેન ગાંધી સહસંયોજિકા દીપલબેન કંદોઈ, રક્ષાબેન સોની, સ્નેહાબેન પરીખ તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ભાનુભાઈ સોની અશ્વિનભાઈ પારેખ કારોબારી મિત્રો હાજર રહ્યા હતા. ચિત્ર સ્પર્ધાનું આયોજન યમુના વાડી ખાતે કરવામાં આવ્યું હતું. વાડીના ટ્રસ્ટી હરેશભાઈ પરીખ, અજયભાઈ પરીખ હાજર રહ્યા હતા…
પર્યાવરણ પ્રેમી શાંતિભાઈ પટેલે વિદ્યાર્થીઓને પર્યાવરણ વિશે માહિતી આપી હતી… સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિતલબેન પટેલ એ કર્યું હતું…




