પાટણ જિલ્લા મંડલ કક્ષાની સિધ્ધપુર ખાતે કેબીનેટ મંત્રીની હાજરી માં કાયૅ શાળા યોજાઈ.
પાટણ તા. ૭
ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વષૅ પૂણૅ કરતા ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લામંડલ કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે.
આ કાર્યક્રમોના આયોજન સંદર્ભે શનિવારે સિધ્ધપુર ના ગોકુલ ભાજપ કાર્યાલય ખાતે કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષતામાં કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળા અનુસંધાને આગામી દિવસોમાં મંડલ કક્ષાએ યોજાનાર તમામ કાર્યક્રમો અંતર્ગત કેબીનેટ મંત્રી સહિત ભાજપ અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં ભાજપના આગેવાનો મુકેશભાઈ ચૌધરી, કૌશલભાઈજોશી,વિષ્ણુભાઈ પટેલ, દાદુજી ચાવડા, સોનલબેન ઠાકર, સંજયભાઈ પટેલ, જસુભાઈ પટેલ,શંભુભાઈ દેસાઈ,દિલીપજી ઠાકોર, મનીષભાઈ આચાર્ય, અશોકભાઈ પટેલ,દશરથભાઈ પટેલ, મનોજભાઈ, વિક્રમસિંહ ઠાકોર સહિત સિધ્ધપુર નગરપાલિકાના સદસ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.




