૯૦ ના દશકના એકથી એક ચડીયાતા ગીતોથી ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા…

પાટણ તા.૧૧
પાટણના એપીએમસી હોલમાં ગીત- સંગીત ક્ષેત્રે અવનવા કાર્યક્રમોનું સફળ આયોજન કરતી પાટણની પ્રસિધ્ધ કરાઓકે સંસ્થા “રાઈઝીંગ સ્ટાર્સ” ક્લબે પોતાનો તૃતીય કાર્યક્રમ ઉજવ્યો હતો.
આ કાર્યક્રમમાં ‘૯૦ ના દાયકાના ખૂબજ લોકપ્રિય અને શ્રોતાઓના કર્ણપટલને ઝકઝોર કરી મૂકતા એવા અફલાતુન ફિલ્મી- ગીતોની એક પછી એક રસમધુર રસલ્હાણ પીરસીને તમામ કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કયૉ હતા.
પાટણના જાણીતા સંગીતજ્ઞ કમલેશભાઈ સ્વામીના નેતૃત્વમાં સ્થપાયેલી આ સંસ્થાએ “ગુસ્તાખિયાઁ” શિર્ષક હેઠળ “હોશવાલોં કો ખબર ક્યા જિંદગી ક્યા ચીજ હૈ” ગઝલથી શરૂ કરીને “તેરે પ્યાર મેં સચ સય કહો” સુધીના મસ્ત-મજાના ૯૦ના દાયકાના ફિલ્મી-ગીતો રજૂ કર્યા। હતા.
આ સંસ્થાના નિપૂણ નીવડેલા કલાકારોમાં કમલેશ સ્વામી, હાર્દિક રાવલ,ડો.ભાવિન ગઢવી, દર્શના રામી, ડો.અંકિત પંચાલ,ભાવેશ આચાર્ય, કાશ્મીરા ત્રિવેદી,માધવી સોની,મીના નાયક, જગદીશ સોલંકી,આશા રાવલ, પ્રતીક સાલવી,નિધિ સોની, કિશોર રાવલ વગેરે એ ગાયકી અને મૌલિક અદાયગીથી શ્રોતાઓને રસતરબોળ કયૉ હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ડો, અશ્વીન પટેલ, ડો.તારક મહેતા,ડો.દીપ શાહ, સુમીત શાસ્ત્રી,ચંદ્રિકાબેન ત્રિવેદી તથા અશોકભાઈ વ્યાસ વગેરે મહેમાનો તથા આ કાર્યક્રમના આર્થિક સહયોગીઓનું યથોચિત સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન આત્મારામભાઈ નાયીએ ગુજરાતી-હિન્દી ભાષામાં શેર- શાયરીઓ પીરસીને વાતાવરણ ખૂબ રોચક અને રસપ્રદ બનાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




