પાટણ તા. ૧૧
જેઠ સુદ પૂનમને બુધવારના પવિત્ર દિવસે પાટણ શહેરના સિદ્ધિ સરોવર સમીપ આવેલા પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજીની અસવારી સાથે વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી હતી.

આ પવિત્ર પ્રસંગે માતાજીની અસવારીના યજમાન પદે સ્વર્ગસ્થ શાંતાબેન વીરચંદદાસ ઘીવાળા પરિવાર ના ગીરીશકુમાર વિરચંદદાસ ઘીવાળા પરિવારે લહાવો લીધો હતો.
માતાજીની અસવારી નિજ મંદિરેથી પ્રસ્થાન પામી મંદિર પરિસર ની પરિક્રમા કરી નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી. ભક્તિ સંગીતના સુરો વચ્ચે નીકળેલી શ્રી બાળા બહુચર માતાજીની અસવારીના દર્શન-પ્રસાદનો લાભ લઇ માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
પૂનમ નિમિત્તે આયોજિત કરાયેલ માતાજીની અસવારી સહિતના ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા શ્રી બાળા બહુચર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



