ભગવાન શ્રી જગન્નાથજી ની ૧૪૩મી રથયાત્રા સાથે ઉજવાનાર વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથોની માહિતી પ્રદાન કરાઈ…

તા. ૨૧ જુન થી તા. ૨૭ જુન સુધી જગન્નાથ મંદિર ખાતે ભકતો સાથે ભક્તિ નો માહોલ જામશે…

પાટણ તા. ૧૬
ગુજરાતની બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની પાટણ જગન્નાથ ભગવાન ની આગામી તા ૨૭ જુનના રોજ ૧૪૩ મી રથયાત્રા ભક્તિ મય વાતાવરણમાં નગરચયૉ એ નિકળનાર છે ત્યારે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અંતર્ગત વિવિધ ધાર્મિક ઉત્સવ સાથે વિવિધ મનોરથોના આયોજનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે જેની રૂપરેખા આપવા આજરોજ જગન્નાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ માહિતી પ્રદાન કરી હતી.
રથયાત્રા ના ઉપલક્ષ્યમાં યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતાં તેઓએ જણાવ્યું હતું કે તા.૨૧ જુને ભગવાન જગન્નાથ સન્મુખ સવારે કેરીનો મનોરથ કરવામાં આવશે.


તા.૨૨ જુને સવારે ૯-૦૦ કલાકે આનંદ સરોવર પાસે આવેલા પાટણના ગણેશ આશ્રમ માંથી જલ યાત્રા નીકળશે જેમા પાલખીમાં ભગવાનને લઈને વાજતે ગાજતે યાત્રા સુભાષ ચોક,જુના ગંજ બજાર, હિંગળાચાચર-ઘીવટા નાકાથી બહુચર માતા મંદિર થઈ ને નિજ મંદિરે સવારે ૧૧ કલાક પરત ફરશે, જે જળ ને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત કરવામાં આવશે અને ભગવાન ઉપર જલાભિષેક કરવામાં આવશે.તા ૨૨-૬-૨૫ સવારે ૧૧ કલાકે ભગવાનનો નેત્રોત્સવ કાર્યક્રમ યોજાશે.જેમા પરંપરાગત માન્યતાના પ્રતિક રૂપ ભગવાનની તબિયત ના દુરસ્ત થતા તેમની આંખો દુખવા આવી હતી, તેની યાદમાં ભક્તો ભગવાન ને દર સાલની જેમ ચાલુ સાલે પણ નેત્ર ચિકિત્સા કરશે. ભગવાનની આંખો ને શીતળતા પહોંચે તેવા ભાવથી તેમના નેત્રો ઉપર મધ, ઘી, સાકાર, તુલસી પાન,વરીયાળી,જાયફળ, ગંગા જળ, કેવડા જળ, ગુલાબ જળ જેવા કુદરતી દ્રવ્યો વડે બનાવેલ શીતળ જળથી છંટકાવ કરીને ભગવાનને આંખે પાટા બાંધીને આરામ માટે મામા ના ઘરે મોકલશે.તા.૨૩ જુને સાંજે ૪ થી ૬ સુધી ભૈરવ મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ અને રાત્રે ૮ થી ૧૦ કલાક સુધી જગન્નાથજી મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ તા. ૨૪ જુને રાત્રે ૮ થી ૧૦ કલ્લાક સુધી પીડારિયાવાડ આનંદ ગરબા મંડળ દ્વારા આનંદ ગરબા યોજાશે. તા.૨૫ જુન સવારે ૧૦ કલાકે ભગવાનનો ચક્ષુ ઉનમિલન કાર્યક્રમ યોજાશે.જેમા સવારે ૮ કલાકે ભગવાનને મામાના ઘરેથી પોતાના નિવાસ સ્થાને (મંદિરમાં) પરત લાવવામાં આવશે. ભગવાનની સેવાપૂજા કરીને ભગવાનું નેત્રોદ્ધાર વિધિ કરવામાં આવશે તથા ચક્ષુઓ ઉપરથી પાટા દુર કરવામાં આવશે.
એમ કહેવાય છે કે આ પ્રસંગે ભગવાનની દ્રષ્ટી જેના ઉપર પડે તેનો બેડો પાર થઇ જાય છે.તા.૨૬ જુને સવારે ૮ થી ૧૨ દરમ્યાન ભગવાન નો મહા અભિષેક કરાશે તેના મુખ્ય યજમાન પદે પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ પરિવાર સાથે પાંચ યજમાન પણ લાભ લેશે. આ મહા અભિષેક બાદ આમંત્રિત મહેમાનો,કાર્યકરો, બ્રાહ્મણો અને પત્રકારો સમૂહ ભોજન પ્રસાદી ગ્રહણ કરશે. ત્યારબાદ સાજે ભગવાન ના મામેરા ના યજમાન બેબા શેઠના હિમજા સોસાયટી ના નિવાસ સ્થાને મોમેરું ભરાશે અને ત્યારબાદ સૌ ભોજન પ્રસાદી લઈને સાજે ૭:૦૦ કલાક થી રાત્રે ૧૦ કલાક સુધી મોમેરા ની ભવ્ય યાત્રા યજમાન બેબા શેઠના નિવાસ સ્થાનથી નિકળી મંદિરે આવશે.તા.૨૭ જુને વહેંલી સવારે ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ની વિશેષ પુજા-અચૅના અને મહાઆરતી બાદ બપોરે બે કલાકના નિર્ધારિત સમય અને રૂટ ઉપર ભક્તિ સંગીત ના સુરો વચ્ચે ભગવાન જગન્નાથજી ભકતોને દશૅન આપવા નગરચયૉ એ નિકળશે.
આમ પાટણ ખાતે નિકળનારી ભગવાન જગન્નાથજી ની ૧૪૩ મી રથયાત્રા નિમિત્તે ના ધાર્મિક ઉત્સવો અને મનોરથો સહિત ના પ્રસંગો ઉજવવામાં આવનાર હોવાની માહિતી પ્રદાન કરી હતી.
પાટણ જગન્નાથ ભગવાન ના મંદિર પરિસરમાં આયોજિત આ પ્રેસ બેઠકમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના કાર્યકરો,યજમાન પરિવારો સાથે ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટમીડિયા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here