ઓવરફલો થતાં તળાવના પાણીનો યોગ્ય નિકાલ કરવા સિચાઈ વિભાગ ને સુચિત કરતા કલેકટર..
પાટણના માખણીયા તળાવ વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં તળાવના પાળા તુટી જવાના કારણે ગુરૂવારની સમી સાંજે ભૂગર્ભ ગટર ના પાણી વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ના વાવેતર કરાયેલા પાક ને નુકશાન થવાની સાથે અસહ્ય દુગૅધ થી ખેડૂતો સહિતના રહિશો ને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.
આ બાબતે ખેડૂતો દ્વારા પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને વિસ્તાર ના નગરસેવક દેવચંદભાઈ પટેલ નું ધ્યાન દોરતાં શુક્રવારે સવારે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના નગરસેવકે માખણીયા વિસ્તાર ની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક ખેડૂત જયેશભાઈ પટેલ પાસેથી સધળી હકીકત જાણી હતી.
પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારના ખેડૂતો ની આ સમસ્યા ના તાત્કાલિક નિવારણ માટે માખણીયા તળાવ ફરતે ઉચા પાળા બાધવાની પાલિકા તંત્ર ને સુચના આપી હતી.
તો માખણીયા તળાવની આ સમગ્ર ધટનાથી જિલ્લા કલેકટર ને રૂબરૂ મળી માખણીયા તળાવના ઓવરફલો થતાં પાણીના નિકાલ માટે તાત્કાલિક વૈકલ્પિક રસ્તો કાઢવા રજુઆત કરતા કલેકટર તુષાર ભટ્ટે પાલિકા પ્રમુખ ની રજુઆત ના પગલે માખણીયા તળાવના ઓવરફલો થતાં પાણીને સિચાઈ માટે ઉપયોગ મા લેવા અને ચોમાસા દરમ્યાન તળાવ ઓવરફ્લો બને તો કેનાલ મારફત તેના નિકાલ માટે સિચાઈ વિભાગના અધિકારીઓ ને સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના માખણીયા તળાવ વિસ્તારના ખેડૂતો ની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના નગરસેવક સહિત જિલ્લા કલેકટરની કામગીરી ને ખેડૂતો સહિત વિસ્તારના લોકોએ સરાહી આભાર ની
લાગણી વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



