રથયાત્રા ના ઉપલક્ષ્યમાં મંદિર પરિસર ખાતે આનંદ ગરબા સાથે ચલણી નોટો નો મનોરથ સજાવ્યો…

પાટણ તા. 25
પાટણમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા મંદિર પરિસર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તેમજ મનોરથોના આયોજનો કરવામાં આવ્યા છે.
મંગળવારે રાત્રે જગન્નાથ મંદિર પરિસર ખાતે પીંડારીયા વાડા આનંદ ગરબા મંડળ દ્વારા ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સૂરો સાથે આનંદના ગરબા ની રમઝટ મચાવવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી માતાજી નો ગરબો માથે મુકીને શકિત સ્વરૂપા ના ગુણગાન ગાઈ ધન્યતા અનુભવી હતી.
બુધવારના રોજ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન સન્મુખ ચલણી નોટોનો શૃંગાર કરવામાં આવ્યો હતો જેમાં રૂ. 1,43,000 ની ભારતીય ચલણી નોટો નો ઉપયોગ કરી ભગવાન ના ગર્ભગૃહ ને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પુજારી તેમજ અન્ય જગન્નાથ ભક્તો દ્વારા સજાવવામાં આવ્યો હતો.
ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાના ઉપલક્ષમાં આયોજિત કરાયેલા આ ચલણી નોટો ના શૃગારના દર્શન માટે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો ઉમટયા હતાં.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here