પાટણ તા. 29
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો “મન કી બાત”નો રવિવારે 123 મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિતના રાજકીય સામાજિક આગેવાનો એ ઉપસ્થિત રહી નિહાળી પ્રધાનમંત્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, મુકેશભાઈ ચૌધરી,કૌશલભાઈ જોશી,નિરંજનભાઇ ઠાકર,મીહીરભાઈ પાધ્યા, અભુજી ઠાકોર,દશરથભાઈ પટેલ,જે ડી પટેલ, જયેશભાઈ પંડ્યા સહિતના પદાધિકારીઓ, અગ્રણી,આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



