પાટણ યુનિવર્સિટી ખાતે
PhD પ્રવેશ પરીક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ કરાયો..

26 વિષયોમાં કુલ 584 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે…

પાટણ તા. 30
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં PhD પ્રવેશ પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય પરીક્ષા 2 જુલાઈ સુધી ચાલશે. યુનિવર્સિટી દ્વારા 26 વિષયોમાં કુલ 584 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પરીક્ષા કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં MCQ પદ્ધતિથી ઓનલાઈન યોજાઈ રહી છે. ત્રણ દિવસમાં કુલ 9 સેશનમાં 7 અલગ-અલગ લેબ માં 25 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સેશન દોઢ કલાકનો રહેશે. પ્રથમ દિવસના સેશનમાં કેમેસ્ટ્રી, બોટની, બાયોટેક અને ઝૂઓલોજી, બીજા સેશનમાં એકાઉન્ટ,માઈ
ક્રોબાયોલોજી,ફિઝિક્સ અને ત્રીજા સેશનમાં એજ્યુકેશન અને ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે.
PhD પ્રવેશ સમિતિના કો-ઓર્ડિનેટર ડૉ.આશિષ પટેલના જણાવ્યા મુજબ 75% વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા છે. 100 માર્ક્સની આ પરીક્ષામાં ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓએ 50 અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ 45 ગુણ મેળવવા જરૂરી છે. પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓને તેમનું પરિણામ કોમ્પ્યુટર સ્ક્રીન પર તુરંત જોવા મળશે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here