પાટણ એપીએમસીમાં 35 વષૅ સુધી સેવા આપનાર ઉમેદભાઈ ચૌધરી વય નિવૃત થયાં..

એપીએમસી ના ચેરમેન સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વય નિવૃતી
શુભેચ્છાઓ સાથે હુંફાળુ વિદાયમાન આપ્યું..

35 વષૅ ના ફરજ કાળ દરમ્યાન મળેલ પ્રેમ,હૂફ અને લાગણી બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 30
મૂળ પાટણ પંથકના કાસા ગામના વતની અને હાલમાં પાટણ શહેરના છિડિયા દરવાજા નજીક આવેલ શિવસાગર સોસાયટીમાં રહેતા ઉમેદભાઈ રાયમલભાઈ ચૌધરી કે જેઓ પાટણ એપીએમસીમાં છેલ્લા 35 વર્ષથી નિષ્ઠાપૂર્વક વિવિધ વિભાગોમાં ફરજ બજાવી વય નિવૃત્તિ સમયે સેક્રેટરી તરીકેની જવાબદારી વહન કરી તારીખ 30 જૂન ના રોજ વય મર્યાદા ને લઇ નિવૃત્ત થતા તેઓનો વય નિવૃત્તિ વિદાય સન્માન-સત્કાર- સમારોહ કાર્યક્રમ સોમવારે પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
ઉમેદભાઈ ચૌધરીએ તા. 1 ફેબ્રુઆરી 1990 મા પાટણ એપીએમસીમાં કલાકૅ તરીકે જોડાયાં હતા.ત્યારબાદ તેઓએ તા. 1 જુલાઈ 2023 મા પ્રમોશન મેળવી આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી હતી. આ સમય દરમ્યાન તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેઓને વષૅ 2016 મા સેક્રેટરી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી હતી.
ઉમેદભાઈ ચૌધરીની એપીએમસીમાં 35 વષૅની ફરજ દરમ્યાન તેઓએ પુરા ખંતથી પોતાની ફરજ બજાવી એપીએમસીના અધિકારીઓ અને સ્ટાફ પરિવાર સાથે વેપારીઓનો પ્રેમ સંપાદન કરી આજે તા. 30 જુનના રોજ તેઓ વય નિવૃત થતાં ચેરમેન સહિત સમગ્ર સ્ટાફ પરિવારે તેઓને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરી હુંફાળુ વિદાયમાન આપી નિવૃત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
વય નિવૃત થતાં ઉમેદભાઈ ચૌધરીએ પોતાની ફરજના સમયમાં મળેલ પ્રેમ-લાગણી અને હુફ બદલ સૌનો હ્દય થી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here