ધાબાના પાણીને અવરોધતા ઝાડી-ઝાંખરા દુર કરી વાડી સંકુલમાં વૃક્ષારોપણ કરાયું..
પાટણ તા. ૩૦
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદમનાભ ભગવાનની વાડી પરિસરમા શ્રી પદમનાભ મંદિર ટ્રસ્ટ અને ભગવાન શ્રી પદ્મનાભજીના ભક્તો દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને વાડી પરિસર માં વિવિધ પ્રકારના વૃક્ષો નું વાવેતર કરવાની સાથે સાથે વાડી પરિસરમાં આવેલા વિવિધ મંદિરો તેમજ મંદિરો ના ધાબાઓ પર ઉગી નિકળેલા બિન
જરૂરી ઝાડી ઝાંખરા દુર રવિવારે રજાના દિવસે કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરી દરમ્યાન શ્રી પદ્મનાભ મંદિર પરિસર ના મુખ્ય પ્રવેશદ્ધાર,ગણેશજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, અંબાજી મંદિર સહિત ના ધાબા ઉપર ચોમાસાના કારણે ઉગી નિકળેલ બિનજરૂરી ઝાડી ઝાંખરા ને દુર કરી વરસાદ ના પાણી ધાબા ઉપર ન ભરાઈ તેની તકેદારી રાખવામાં આવી હતી.
સાથે સાથે વાડી પરિસર માં વિવિધ વૃક્ષો પણ વાવી રવિવારની રજા નો સદ ઉપયોગ કર્યો હતો.
શ્રી પદમનાથ ભગવાન મંદિર પરિસર અને વાડી સંકુલના વિકાસ કાર્યો માટે પદમનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને ભકતો સમાજના સહકાર સાથે મંદિર નો તેમજ વાડીનો વિકાસ કરવા કટિબદ્ધ રીતે કાર્ય કરી રહ્યા હોવાનું ટ્રસ્ટીગણે જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




