પાટણ પાલિકાના પૂર્વ કાઉન્સિલરે વૃક્ષારોપણ થકી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી..

પાટણના ધારાસભ્ય સહિત કોગ્રેસ આગેવાનો એ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ સાથે જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવી…

પાટણ તા. ૩૦
પાટણ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને કોગ્રેસના મહિલા આગેવાન હંસાબેન ભોગીલાલ પરમાર ના સોમવારે જન્મ દિવસ નિમિત્તે શહેરની રામનગર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્મ મા પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી શાળા સંકુલમાં વિવિધ વૃક્ષાઓનુ રોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરી હંસાબેન પરમારને જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ ના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી પોતાના વિસ્તારમાં પ્રજાના સેવક બની સતકાયૅ કરતાં રહો તેવી અભિલાષા વ્યકત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here