પાટણના હાઈવે માગૅ પર ની ડીપી ના ટ્રાન્સફોર્મર મા ફસાયેલ વાંદરી અને તેના બચ્ચા નો જીવ બચાવતા જીવદયા પ્રેમીઓ…

પાટણ તા. ૩૦
ચોમાસા ની સિઝન મા મનુષ્ય અને જાનવરોને ઈલેક્ટ્રીક શોક લાગવાની ધટનાઓ અવાર-નવાર પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આવી જ એક ધટના સોમવારે પાટણ શહેરના હાઈવે માગૅ પર
ની ડીપી ના ટ્રાન્સફોર્મર મા ફસાયેલ એક વાંદરી અને તેના બચ્ચા સાથે બનતાં અને આ બાબતની જાણ જીવદયા પ્રેમીઓને થતાં તેઓએ તાત્કાલિક આ વિસ્તારનો વિજ પ્રવાહ બંધ કરાવી ડીપી ના ટ્રાન્સફોર્મર મા ફસાયેલ વાંદરી અને તેના બચ્ચા ને સિફત પૂવૅક રીતે બહાર કાઢયા હતા. જોકે આ બનાવમાં વાંદરી ને પગના ભાગમાં શોક લાગવાથી પહોચેલી ઈજાઓની સારવાર માટે જીવદયા પ્રેમીઓએ પાટણમાં જીવદયા નું કાર્ય કરતાં હર્ષદભાઈ પંચોલી, નીરવભાઈ પટેલ અને બંટીભાઈ શાહ નો સંપર્ક કરતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત વાંદરીના પગના ભાગે જરૂરી દવા સાથે પાટા પટ્ટી કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here