શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટ, રોટલીયા હનુમાન, સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને પાટણ એપીએમસી ચેરમેનના સંયુક્ત ઉપક્રમે ડોમ તૈયાર કરાયા…

હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર સહિત અનેક મહાનુભવો એ ઉપસ્થિત રહી આ સેવા પ્રવૃત્તિની સરાહના કરી..
પાટણ તા. ૧૧
લોકોમાં અંગદાન ની જાગૃતતા લાવવાની સાથે દિલીપ દાદા દેશમુખના અંગદાન ના અભિયાનને વેગવંતુ બનાવવા હાઇવે પર ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સુરક્ષા સાથે સુવિધા ઉપલબ્ધ બનાવવાના શુભ હેતુસર પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રોટલીયા હનુમાન,સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ તેમજ એપીએમસી ચેરમેન પાટણ દ્વારા અગાઉ સિધ્ધપુર ચાર રસ્તા પર પોલીસ તંત્ર ને અર્પણ કરાયેલ ટ્રાફિક પોલીસની સુરક્ષા માટેના વધુ બે ડોમ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક તેમજ એપીએમસી હાઇવે પાસે રોટલીયા હનુમાન તરફ જવાના ચાર રસ્તા માર્ગ પર અર્પણ સાથે લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ટ્રાફિક પોલીસની સુરક્ષા અને સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા આ ડોમના અર્પણ અને લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ, પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ,પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પૂર્વ પ્રમુખ કિશોર મહેશ્વરી સહિત શ્રીદેવી ચેરીટેબલ ટ્રસ્ટના દર્શક ત્રિવેદી,યતીન ગાંધી, ભરતભાઈ પટેલ, શાંતિભાઈ સ્વામી,ચંદ્રિકા ત્રિવેદી,મિલિંદ ત્રિવેદી સહિતનાઓએ ખાસ ઉપસ્થિત રહી આ ટ્રાફિક પોલીસ સુરક્ષા અને સુવિધા ડોમ ને જિલ્લા પોલીસ વડા વી. કે.નાયી અને એ ડિવિઝન પીઆઈ ભોય ને અપૅણ કરી તેનું ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હસ્તે લોકાર્પણ કરી આ સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી.
પાટણ ટ્રાફિક પોલીસની સુરક્ષા અને સુવિધા સાથે અંગદાન ની લોક જાગૃતિ માટે શ્રીદેવ ચેરીટેબલ ટ્રસ્ટ અને રોટલીયા હનુમાન, સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ તેમજ એપીએમસીના ચેરમેન દ્વારા તૈયાર કરવામાં આવેલા ટ્રાફિક પોલીસ સુરક્ષા અને સુવિધા ડોમની પ્રેરણા થી આગામી દિવસોમાં સિધ્ધપુર શહેર ના હાઈવે માગૅ પર ટ્રાફિક પોલીસ સુરક્ષા અને સુવિધા ડોમ કાયૅરત બનાવવા હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે. સી. પટેલ ના માગૅદશૅન થી મોદી સોલ્ટેક્સ ના પ્રવીણભાઈ મોદી અને રેડક્રોસ પરિવારના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવનાર હોવાનું દર્શક ત્રિવેદીએ જણાવ્યું હતું.




