પાટણ તા. ૧૨
પાટણ તાલુકાના સંખારી ગામના પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે વયવંદના કાર્યક્રમ અંતર્ગત ગામના ૭૦ વર્ષ
થી વધુ ઉંમરના ૮૪ નાગરિકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા.
આયુષ્માન ભારત યોજના હેઠળ હવે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ લાભ મળતો થયો છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓને ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. સંખારી ગામના ૧૦૯ લાભાર્થીઓ પૈકી ૮૪ વૃદ્ધોના કાર્ડ બનાવાયા હતા. જયારે
૨૫ લાભાર્થીઓ અવસાન પામ્યા હોવાનું જાણવા મળ્યું છે.




