અંગદાન એજ મહાદાન ના મંત્ર ને જન જન સુધી પહોંચાડીએ :દિલીપ દાદા…

અંગદાન થકી નવજીવન મેળવનાર દિલીપ દાદા દેશમુખ દ્રારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો…

કાર્યક્રમ મા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજકીય- સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા…

પાટણ તા. ૧૩
અંગદાન થકી નવજીવન મેળવનાર અને અંગદાન જનજાગરણના આ ભગીરથ કાર્ય થકી રાજ્યમાં અંગદાનની અલખ જગાડનાર આદરણીય દિલીપભાઈ દેશમુખ (દાદા) ના લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનના ૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “ઋણ સ્વીકાર” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ગુજરાત રાજય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આઈએમએ ના પ્રેસિડેન્ટ ડૉ.અનિલભાઈ નાયક, પ્રદિપસિંહ વાઘેલા તથા સાંસદ હેમાંગભાઈ જોશી, ધારાસભ્ય ડૉ પ્રધ્યુમન વાજા, હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ, ગાંધીનગર શહેર અધ્યક્ષ આશિષભાઈ દવે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડર ડૉ રાકેશ જોષી , રાહુલભાઈ ગોર, ડૉ.દિક્ષીત, ડૉ પ્રાંજલ મોદી, ડૉ.પારૂલબેન વડગામ તથા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા પાટણ ના દશૅક ત્રિવેદી સહિત ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગીફ્ટ સીટી ક્લબ ગાંધીનગર ખાતે આયોજિત આ ઋણ સ્વીકાર કાર્યક્રમ આભારની લાગણી પ્રગટ કરતા દિલીપભાઈ દેશમુખ દાદાએ અંગદાન મહાદાન ના મંત્રને જનજન સુધી પહોંચાડવા હિમાયત કરી હતી અને આ અંગદાન અભિયાન થકી અનેક જિંદગીઓ કે જે કોઈ ન કોઈ અંગ ની ઉણપના કારણે મોત ના દરવાજા પહોચી છે તેમને નવજીવન પ્રાપ્ત થઈ શકશે અને એ નવજીવન મેળવનાર વ્યક્તિ ના પરિવારજનોના આશિષ અંગદાન કરનાર ને પ્રાપ્ત થશે તેમ જણાવી અંગદાન ના સંકલ્પ માટે ઉપસ્થિત સૌને પ્રેરિત કયૉ હતા.
અંગદાન થકી નવજીવન મેળવનારા દિલીપભાઈ દેશમુખ દાદા ના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો એ પણ અંગદાન ના અભિયાનને જનજંગ સુધી પહોંચાડવા તત્પરતા દર્શાવી હતી.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here