ફાંગલી ગામે અધુરી ગટર લાઈનની કામગીરી પૂર્ણ કરવાની માંગ સાથે ગ્રામ
જનોની ગાંધી ચિધ્યામાર્ગે આંદોલનની ચિમકી..

અધુરી ગટર લાઈન ના કારણે પડેલા ખાડામાં વૃદ્ધ પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી…

પાટણ તા. ૧૩
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ના ફાંગલી ગામમાં અધુરી ગટર લાઇનની કામગીરી ને કારણે અનેક નાની મોટી અકસ્માત ની ધટનાઓ સજૉઈ રહી છે ગ્રામજનો દ્રારા આ અધુરા ગટર લાઈન ના કામને ઝડપી પૂણૅ કરવા તંત્ર સમક્ષ અનેક લેખિત અને મૌખિક રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી આ ગટર લાઈનની બાકી કામગીરી પૂર્ણ ન કરાતા ગ્રામજનોમાં રોષ ની લાગણી ફેલાવા પામી છે. તો આ અધુરી ગટર લાઈનના કારણે આજુબાજુના માગૅ પર મસ મોટા પડેલા ખાડામાં ગતરોજ એક વૃદ્ધ પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફાંગલી ગામના લોકોએ આ અધુરી ગટર લાઈનની કામગીરી ને કારણે તંત્ર વિરુદ્ધ આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ ગટર કામમાં તંત્ર ની રહેમ નજર હેઠળ મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જો આ અધુરી ગટર લાઈનની કામગીરી ઝડપી પૂણૅ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં સમસ્ત ગ્રામજનો તંત્ર સામે ગાંધી ચિંધ્યા માગૅ પર આદોલન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here