પાટણ સરસ્વતી શિશુ મંદિર ખાતે કક્ષશ: વાલી સંમેલન ૨૦૨૫ યોજાયું…

પાટણ તા. ૧૩
વિદ્યાભારતી,ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશ
કુમાર શાહ વિદ્યાસંકુલ, પાટણ ખાતે શનિવારના રોજ કક્ષશ:વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું..


આ સંમેલનનો મુખ્ય હેતુ બાળકોના ભાવી વિકાસ અને ચિંતન માટે તેમજ તેમનામાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા , સંસ્કારોનું સિંચન કરવા અને સમૂહભાવના નો વિકાસ કરવા માટે નો રહ્યો હતો.
કક્ષશ: વાલી સંમેલન ના આ કાર્યક્રમમાં જે બાળકોએ વિદ્યાલયમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય તેવા બાળકોને ઈનામ આપી પ્રોત્સિહિત કરવામાં આવ્યા હતાં .
આ પ્રસંગે વિદ્યાલય પરિવારના ટ્રસ્ટી મંત્રી રાકેશભાઈ સોની તેમજ ૩ થી ૫ ધોરણના વ્યવસ્થાપક મુકુન્દભાઈ પંડ્યા સહિત પ્રધાનાચાર્ય રૂપલબેન પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here