ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ૪૮ શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમની ઉજવણી…

ભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે આ પર્વની ઉજવણી ભારત વિકાસ પરિષદ દ્વારા ઉજવવામાં આવે છે. સેવાની સાથે સાથે સંસ્કારલક્ષી કાર્યક્રમ કરતી સંસ્થા દર વર્ષે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે 05/07/25 થી 14/07/25 દરમ્યાન પાટણની અલગ અલગ શાળાઓમાં ગુરુપૂર્ણિમા કાર્યક્રમ કરવામાં આવ્યો. શાખાના સભ્યોની ટીમો દ્વારા જુદી જુદી ૪૮ શાળાઓમાં વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિથી માહિતગાર કરી ભુલાતી જતી પરંપરા અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવામાં ગુરુ શિષ્યનો મહિમા ભુલાતો ના જાય તેના માટે ગુરુ શિષ્યનો મહીમા સમજાવી, ગુરુ પૂજન કરાવી શાળાના શ્રેષ્ઠ શિક્ષક અને વર્ષ દરમિયાન વર્ગમાં પ્રથમ આવનાર તેમજ રાજ્ય કે નેશનલ લેવલે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.


આ કાર્યક્રમનું સમાપન તા.૧૪/૭/૨૫ ને સોમવારના રોજ શેઠ વી. કે.ભુલા માધ્યમિક શાળામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણના જાણીતા ન્યુરોસર્જન ડૉ. ભરતભાઈ વીધાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમને વિદ્યાર્થીઓને ગુરુ મહિમા સમજાવ્યો હતો. શાળાના પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ પટેલે તેમના આવકાર પ્રવચનમાં આવા કાર્યક્રમ થતા રહે તે જરૂરી છે તેમ જણાવી ભારત વિકાસ પરિષદના કાર્યોની પ્રશંસા કરી હતી. શાળા પરિવાર દ્વારા મહેમાન તથા શાખાના સભ્યોનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારના સમયનું મોટું દુષણ એટલે સોશિયલ મીડિયા. આ વર્ષે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા નવા અભિગમ સાથે દરેક માધ્યમિક શાળાઓને ”સોશિયલ મીડિયાનો દુરુપયોગ” વિષય પર લઘુનાટિકા તૈયાર કરવાનું કહ્યું હતું. ઘણી બધી શાળાઓમાં લઘુ નાટિકા ખુબ જ સરસ રીતે રજૂ કરવામા આવી હતી. લઘુ નાટિકા કરનાર સર્વે વિદ્યાર્થીઓને પણ ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. શાખાના પ્રમુખ પૂર્ણિમાબેન મોદી, મંત્રી મમતાબેન ખમાર, ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમના સંયોજીકા જાગૃતિબેન ખમાર અને ગતિવિધિ સંસ્કાર પ્રકલ્પ ના સંયોજક શ્રી કમલેશભાઈ સ્વામીના માર્ગદર્શનમાં અલગ અલગ ભાઈઓ અને બહેનોની ટીમોએ આ કાર્યક્રમની સુકાની ખૂબ જ સરસ રીતના સંભાળી હતી. શાખાના ટ્રસ્ટીશ્રીઓ કારોબારી અને અન્ય સભ્યશ્રીઓ એ આ કાર્યક્રમમાં સહયોગ આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here