શ્રી સમેળા માતાજી ના જન્મ જયંતી મહોત્સવ ને લઈ પદ્મનાભ મંદિર માગૅ ની સફાઈ સહિત ની કામગીરી કરવા રજુઆત કરાઈ..

સ્વામી પરિવારના પ્રમુખ સહિત પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીની રજૂઆતનું નિરાકરણ લાવવા તંત્ર એ હૈયાધારણા આપી…

પાટણ તા. ૧૭
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલ સ્વામી કુળ ના કુળદેવી શ્રી સમેળા માતાના મંદિરે આગામી તા.૩૧ મી જુલાઈને ગુરૂવારના રોજ માતાજી ના જન્મ જયંતી મહોત્સવ ની પાલખી યાત્રા, હવન યજ્ઞ, ધજા દંડ સહિત મહાઆરતી જેવા ધાર્મિક ઉત્સવો ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવનાર છે.
કુળદેવી શ્રી સમેળા માતા ના પદ્મનાભ વાડી સ્થિત મંદિર પરિસર ખાતે આયોજિત આ જન્મ જયંતી મહોત્સવ ને લઇ પદ્મનાભ મંદિર માગૅ ની પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામગીરી,માગૅ પરના ખાડાઓનુ પુરાણ સહિત વરસાદના કારણે માગૅ પર ભરાતાં પાણીનાં નિકાલ ની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લેખિત રજૂઆત ગુરૂવારના રોજ સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી દ્વારા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ સહિત એસઆઈ ને કરવામાં આવતા તેઓએ આ રજુઆત મામલે યોગ્ય કરી આપવાની ખાતરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here