પાટણ જુના પાવર હાઉસ ખાતેની વહીવટી ઓફિસ પુનઃ ચાલુ કરવાની માગ સાથે વિસ્તારના લોકો દ્રારા સમૂહ સહી ઝુંબેશ કાર્યક્રમ અપાયો..

પાટણ તા. ૧૭
પાટણ શહેરના જુના પાવર હાઉસ ખાતે જી. ઈ .બી.ની વહીવટી ઓફિસ બંધ કરી અન્યત્ર ખસેડવામાં આવતા વિસ્તારના લોકો મા જીઈબી તંત્ર પ્રત્યે નારાજગી ઉભી થવા પામી છે ત્યારે જુના પાવર હાઉસ ખાતે જીઈબી દ્રારા બંધ કરવામાં આવેલ વીજ બીલના નાણાં સ્વીકારવાની તેમજ વીજ ધારકોને કોઈ પણ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ માટે વીજ ફરિયાદ કેન્દ્ર પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માગ સાથે આ વિસ્તારમાં આવતા તમામ વોર્ડ ની પ્રજાને સાથે રાખીને શુક્રવારે સવારે 9.45 કલાક થી 11.00 કલાક ના સમય દરમ્યાન શહેરના જુના પાવર હાઉસ, ગંજ શહીદ પીર પાસે સમૂહ સહી ઝુંબેશ નો કાર્યક્રમ આપવામાં આવ્યો હોવાનું જૂના પાવર હાઉસ ફરિયાદ કેન્દ્ર બચાવ સમિતિ એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here