પાટણ તા. ૨૫
પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનજીએસ કેમ્પસ ખાતે ગતરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતીના ઉપલક્ષ્મા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત એકતા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ એકતા સંવાદના કાર્યક્રમમાં પાટણ જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ,રાધનપુરના ધારાસભ્ય, જિલ્લા શિક્ષણ અધિકારી અને જાણીતા એડવોકેટ દર્શક ભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી સંવાદ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મંચસ્થ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.



